તા.૨૮ એપ્રિલ '૨૩
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટાપાયે રેત ખનન થઇ રહ્યું છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી થી ઉમલ્લા વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર તેમજ અન્ય કેટલાક સ્થળોએ નર્મદાની રેતીનો મોટો સ્ટોક કરાયેલ ઉંચા ઢગલાઓ ઉભા કરાયા છે. સામાન્યરીતે રોડ નજીક આવેલ આ ખેતરોનો જો ખેતી સિવાય અન્ય ઉપયોગ કરવો હોયતો ખેતીની જમીનને બિન ખેતીની એટલેકે એનએ કરાવવી પડે, ત્યારે રાજપારડી ઉમલ્લા વચ્ચે હાલમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા રેતીના મહાકાય ઢગલાઓ ખરેખર એનએ થયેલી જમીન પર છેકે પછી લોલમલોલ ! વળી રેતીના આ અઢળક સ્ટોકમાં કેટલી રોયલ્ટી ભરાઇ છે અને કેટલી બારોબાર સ્ટોક કરાઇ છે, ઉપરાંત જો કાયદેસર રીતે નિયમ મુજબ સ્ટોક કરાયો હોયતો કેટલો સ્ટોક કરવાની કાયદેસર પરવાનગી મળેલ છે? આ બધી બાબતોની સઘન અને ન્યાયિક તપાસ થાય તે જરૂરી છે. જિલ્લાનો ભુસ્તર વિભાગ આ બાબતે કોઇ સઘન કામગીરી કરતો નથી એવી ચર્ચાઓ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે. ત્યારે તાલુકા સ્તરે બેઠેલા અધિકારીઓ તેમજ તાલુકાનુ પોલીસ તંત્ર આ બાબતે સઘન અને તટસ્થ તપાસ કરવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Gujrati News Service
રાજપારડી ઉમલ્લા વચ્ચે બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા રેતીના ઢગલાઓમાં કેટલા કાયદેસર?
0
April 28, 2023
Tags