એલર્ટ / શું SBI તેના ગ્રાહકોને આપી રહી છે 6000 રૂપિયા, જાણો આ વાયરલ મેસેજની સચ્ચાઈ

 SBI એ ટ્વીટ કરી આપી જાણકારી

સ્ટેટ બેંક તેના ગ્રાહકો માટે સમયાંતરે વિવિધ પ્રકારની ઓફર્સ લાવતી રહે છે, પરંતુ SBI દ્વારા તેના ગ્રાહકોને 6,000 રૂપિયા આપવાની કોઈ સ્કીમ શરૂ કરવામાં આવી નથી. આ સ્કીમ સંપૂર્ણપણે બોગસ છે. આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્ટેટ બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઘણા સાયબર ગુનાગારોએ તેમના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવા, સબ્સિડી, ફ્રી ઓફર, ફ્રી ગિફ્ટ જેવી વસ્તુના નામે તેમની સાથે છેતરપિંડી કરે છે. ઘણી વખત લોકો ઓફરનો લાભ લેવા માટે તેમની બેંક ડિટેલ્સ(Banking Details), અંગત માહિતી શેર (Personal Details) કરીને ઠગની જાળમાં ફસાઈ જાય છે.

 6,000 રૂપિયાના નામે થઈ રહી છે છેતરપિંડી

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે SBI ની 67મી વર્ષગાંઠ પર બેંક લોકોના એકાઉન્ટમાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે. તેમાં ગ્રાહકોને 3 થી 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તે પછી તેમને રૂપિયા મોકલવાની શુભેચ્છા પાઠવવામાં આવે છે. તેના પછી ઠગ લોકો તેમની પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, સરનામું, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે જેવી બેન્કિંગ વિગતો માંગીને તેમના એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડી લે છે.

છેતરપિંડીનો ભોગ બનવા પર ક્યા ફરિયાદ કરવી

આ પહેલા SBIએ પણ પોતાના ગ્રાહકોને પેન કાર્ડના નામે થતી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. આ સાથે કહેવામાં આવ્યું હતું કે બેંક કોઈપણ પ્રકારની લિંક મોકલીને તેના પર PAN વિગતો અપડેટ કરવાનું કહેતી નથી. આ સાથે બેંકે એ પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બને છે, તો આવી સ્થિતિમાં 1930 નંબર પર અથવા ઈમેલ report.phishing@sbi.co દ્વારા આ જ ફરિયાદ સાઈબર ક્રાઈમ સેલમાં કરી શકાય છે.

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.