30 Sep 22 : શહેરમાં આવતી ફ્લાઇટમાં દારૂ પીનારા એક જાણીતા બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. ઓઈલનો બિઝનેસ કરતા રાકેશ કુમાર રાઠોડ ની હરણી પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જાણવા મળી રહ્યં છે કે રાકેશકુમાર ગોવા ફરવા ગયા અને ત્યાંથી વળતી વેળાએ વધેલો દારૂ કોલ્ડ્રિંક્સ ની બોટલમાં ભર્યો હતો. હરણી એરપોર્ટમાંથી બહાર નીકળતા સમયે પોલીસે તેમણે પકડી પાડયા હતા. મુંબઈથી વડોદરા આવી રહેલી ઈન્ડિગોની ડોમે સ્ટિક ફ્લાઈટમાં દારૂ ગટગટાવનાર યાત્રીને હરણી એરપોર્ટથી બહાર નીકળતી વખતે પોલીસે ઝડપી પાડ્યો હતો.
ગોરવા સમતા વિસ્તારના યાત્રીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વેસ્ટ ઓઈલનો બિઝનેસ કરતા રાકેશકુમાર રામકરણ રાઠોડ (ઉ.વ.47) (રહે. સરદાર પટેલ હાઈટ્સ, સમતા ગ્રાઉન્ડ પાસે, ગોરવા) તેના બીજા 3 મિત્રો સાથે બે દિવસ પૂર્વ ગોવા ફરવા માટે ગયા હતો. મંગળવારે ગોવાથી બાય ફ્લાઈટ મુંબઈ આવ્યા હતા અને મુંબઈથી વડોદરા આવતી ઈન્ડિગો માં યાત્રા શરૂ કરી હતી. ગોવાથી નીકળતી વખતે બચેલા દારૂના 2 0
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 18 લાખના એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી
30 Sep 22 : અમદાવાદમાં ડ્રગ્સનું ચલણ એ રીતે વધી રહ્યું છે, જ્યારે સીંગ ચણાની જેમ ગમે ત્યાંથી ડ્રગ્સ મળી જાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 18 લાખની કિંમતનું ડ્રગ ઝડપી પાડ્યું તેની સામે કારંજ પોલીસે બે ગ્રામ ડ્રગ ઝડપીને પોતાની કામગીરી કરી હોવાનું વાહવાહી મેળવવા પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારંજની પટવા શેરીમાં એક પોલીસ અધિકારી નાઇટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ડ્રગ્સમાં પકડાયેલો આરોપી તેમની સાથે ગાળા ગાળી કરી હતી અને એ જ આરોપી હવે બે ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. અમદાવાદ શહેરમાં બનેલી બે ઘટના શહેરમાં ડ્રગ વેચાણ સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફતેહવાડી કેનાલ પાસેથી એક શખસ ડ્રગ્સ સાથે પસાર થવાનો હોવાની માહિતી મળી હતી. તેના આધારે ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી હતી અને શાહરુખખાન જબ્બારખાન પઠાણ (ઉ.28, રહે.ઝહીરાબાદ,પતરાવાળી મસ્જીદ પાસે,પાણપુર પાટીયા,સાબરકાંઠા) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 18.68 લાખનું 186.890 ગ્રામ મેફેડ્રોન પકડી પાડ્યું હતું. આરોપી પાસેથી કાર સહિત પોલીસે 21.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે જણાવ્યું હતુ કે, આરોપી જેસીબી મશીન ચલાવતો હતો અને એમડી ડ્રગ્સનો નશો કરતો હતો.
દરમિયાનમાં ડ્રગ્સ પેડલરો ને વેપારીઓ સાથે ઓળખાણ થતાં કમિશન પર ડ્રગ્સની હેરફેર કરવા લાગ્યો હતો. ગત 31મી ઓગસ્ટના રોજ વહેલી સવારે રાજસ્થાન ખાતે રહેતા બાદશાહે અજાણ્યા વ્યક્તિ સાથે ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હતો. બાદમાં આ ડ્રગ્સનો જથ્થો ફતેવાડી ખાતે રહેતા બાદશાહ ના માણસને આપવામાં આવ્યો હતો. જે ડીલીવરી આપવા માટે એક ડીલીવરીના 20 હજાર આપોવાનુ નક્કી થયું હતુ. ક્રાઇમ બ્રાંચે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.
હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી શાહરૂખાન પઠાણની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ આરોપીની પૂછપરછમાં રાજસ્થાનનો એક વ્યક્તિએ એમ.ડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો અને સાબરકાંઠાના વ્યક્તિએ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. અમદાવાદનો શખસ કે જેને ડ્રગ્સ રિસીવ કરવાનું હતું આ તમામ આરોપીઓની ભાળ મેળવવાની કવાયત ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે.
અકસ્માતમાં થયેલ ઇજા અંગે રૂા.11,61,000નુ વળતર મંજુર કરતી જામનગર કોર્ટ
30 Sep 22 : જામનગરની મોટર વ્હીકલ ટ્રીબ્યુનલ કોર્ટ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા હર્ષીદ હરીભાઇ કણજારીયા ગઇ તા.9/5/16ના રોજ પોતાની મોટર સાઇકલ લઇને મંદીરે દર્શન કરવા જતા હતા ત્યારે કેનેડી-ખાખરડા માર્ગ પર એક ટ્રેક્ટર ચાલક સાથે અકસ્માત થયેલ. જે અકસ્માત માં અરજદાર હર્ષીદ હરીભાઇ કણજારીયા ઇજા થયેલ – ઈજાના કારણે પગ કાપવો પડેલ. આ અકસ્માત ટ્રેકટર ચાલક દેવજીભાઇ મુળજીભાઇ ખાણધર ના પુર ઝડપે, ગફલતભરી, અન્યની જીંદગી જોખમાય તે રીતે ટ્રેકટર ચલાવાથી બનેલ હોય , આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી હર્ષીદભાઇએ ટ્રેકટર ચાલક દેવજીભાઇ મુળજીભાઈ ખાણધર સામે નોંધાયેલ.
હર્ષીદ હરીભાઇ કણજારીયાએ પોતાને થયેલ ઇજા સબબ વળતર મેળવવા અંગે જામનગર મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલમાં બંને વાહનોના માલીક તથા વિમા કંપની સામે અરજી કરેલ છ..જે અરજી ચાલી જતા જામનગરના મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલ ઇજા પામનાર અરજદાર હર્ષીદ હરીભાઇ કણજારીયાને રૂા.11,61,000 વળતર પેટે અરજીની તારીખથી 9 % વ્યાજ સાથે ચુકવવા માટે સામાવાળા વાહન માલીક તથા વિમા કંપનીને હુકમ કરેલ છે. આ કામ માં હર્ષીદ હરીભાઇ કણજારીયા તરફે હેમલસિંહ બી.પરમાર અને સુમિત કે, વડનગરા રોકાયેલ હતા.