અંકલેશ્વર ગણેશ પાર્કના એક રેસ્ટોરન્ટમાં અંગત અદાવતે થયેલ મારામારીનો વીડિયો વાયરલ.
0
August 27, 2022
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગણેશ પાર્ક પાસે આવેલ ચાય સૂતાબાર અને ટ્યુશન કલાસના સંચાલકો વચ્ચે રેસ્ટોરન્ટની અંદર મારક હથિયારો સાથે મારામારી થઇ હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ભારે ખળભળાટ મચ્યો છે. અંગત અદાવતમાં એક વ્યક્તિ ઉપર કેટલાક ઈસમો હુમલો કરતા હોવાની બાબત લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ખુલ્લેઆમ થયેલ મારામારીનો વાયરલ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જોકે સમગ્ર મામલે ઘટના અંગેની કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે
Tags