ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે જીવના જોખમે લોકો રસ્તો પાર કરવા મજબુર

નર્મદા નદીની સામે પાર જતા ગ્રામજનો
• ઘટના સ્થળે પોલીસે પહોંચી તમામ લોકોને પરત બોલાવ્યા
• લોકોએ જીવ જોખમમાં મુક્યો હોવાનો વિડીયો વાઇરલ

સમ્રગ ગુજરાતમાં સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પુર આવી ગયું છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રોડ – રસ્તાના અભાવે લોકો જીવના જોખમે પણ રસ્તા કે પુલ પર પસાર થતા હોય છે. આવુ જ ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે બન્યું છે જ્યાં ગામના લોકો જીવના જોખમે લોકો દોરડાના સહારે નદીની પેલી પાર જવા મજબુર બન્યા છે.

નર્મદા નદીની સામે પાર જતા ગ્રામજનો
આ ગામમાં પુલ કે રસ્તાના અભાવે લોકોને પેલી પર જવા માટે ઇમરજન્સીનો ઉપયોગ કરવા માટે દોરડાનો ઉપયોગ કરી રહ્યા છે. નર્મદા નદીના સામે પાર જવા માટે જીવ જોખમમાં મુકી ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકો પસાર થવા મજબુર થયા છે.આ રીતે નદીની પેલી પાર જતા લોકોને અટકાવા માટે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. તમામ લોકોને પરત બોલાવ્યા હતા અને જો લોકો આવી રીતે પાર કરશે તો પોલીસમાં આ મામલે ફરિયાદ દાખલ કરી શકે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.