મોડલ અને યોગ ગુરૂ હિમાની ઝાંબરેને બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ-2022નો એવોર્ડ એનાયત..

 સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો

સુરત ખાતે ગતરોજ બ્યુટી ક્લબ ઓફ એસોસિએશન દ્વારા અલગ અલગ ક્ષેત્રના લોકોને એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. બ્યુટી, ફેશન જેવી જુદી જુદી કેટેગરીમાં પોતાનું શ્રેષ્ઠ આપનાર અને નવા લોકોની પસંદગી કરાઈ હતી. જેમાં ભરૂચની ઉભરતી મોડલ હિમાની ઝાંબરેને અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હસ્તે બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ - 2022નો એવોર્ડ એનાયત થયો હતો.

ગુજરાત સરકાર માટે યોગ કોચ તરીકે સેવા આપતા હિમાની ઈન્ટરીઅર ડીઝાઈનીંગના વ્યવસાય સાથે જોડાયેલા છે પણ વર્ષોથી ફેશન મોડલ તરીકે નવા લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. એવોર્ડ મેળવવા અંગે હિમાનીએ પોતાની લાગણી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, " ફેશન ખુબ મોટુ ક્ષેત્ર છે અને એટલે જ તેમાં ઘણા યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે. હું પણ છેલ્લા છ વર્ષથી સંઘર્ષ કરી રહી છું. આ સંઘર્ષનું પરિણામ એટલે આ એવોર્ડ. જો કે આ હજુ શરૂઆત છે અને મારે આગળ  ઘણી મંઝીલ કાપવાની છે. ઘણા લોકો મને કહે છે કે અમે તમારી પાસેથી પ્રેરણા લઈએ છે. આ સાંભળીને જે ગૌરવનો અનુભવ થાય છે તેના થકી જ આટલા વર્ષોથી હું આ ક્ષેત્રમાં ટકી રહી છું અને હજુ આગળ વધવા માંગુ છું. આજે બોલીવુડ અભિનેત્રી કે છે લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે તેવા ઉર્વશી રૌતેલાના હસ્તે એવોર્ડ મેળવી ખુબ જ ખુશ છું અને આ એવોર્ડ થકી મને વધુ કામ કરવાની હિંમત મળી છે. હું મારી જેમ સંઘર્ષ કરતાં યુવાનોને એટલો જ મેસેજ આપવા માંગીશ કે, તમે જે ક્ષેત્રમાં છો પ્રારંભીક નિષ્ફળતામાં નિરાશ થશો નહીં, મહેનત કરતાં રહો, યુનિક અને શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરતાં રહો તો સફળતા જરૂર મળશે. "

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.